વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની, મેટ્રોનું ઉદ્ઘાટન અને દૂરદર્શન ટાવર નજીકના મેદાનમાં જનસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમો દરમિયાન 29 સપ્ટેમ્બરના રોજ શહેરના કેટલાક રોડ બંધ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત
30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વડાપ્રધાન મોદી કાલુપુર રેલવે સ્ટેશન જશે. મોદી કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે. કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રૂટની પીએમ મોદી શરૂઆત કરાવશે. અમદાવાદમાં એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે. સભામાં અંદાજે 1 લાખ લોકોને હાજર રાખવાનો ટાર્ગેટ છે.
બંધ રહેનારા રોડ અને વૈકલ્પિક રૂટ આ રૂટ બંધ રહેશે મોટેરા સ્ટેડિયમના મુખ્યગેટથી જનપથ, કૃપા રેસીડન્સીથી મોટેરા ટી (બપોરે 12 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી) વૈકલ્પિક રૂટ તપોવન સર્કલથી વિસત ટી, ઓએનજીસી ચારરસ્તાથી જનપથ ટી, પાવર હાઉસથી પ્રબોધરાવળ સર્કલ. આ રૂટ બંધ રહેશે અંધજન ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા સુધીનો માર્ગ (સાંજે 5 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી) વૈકલ્પિક રૂટ અંધજન મંડળ ચાર રસ્તા, પાંજરાપોળ, વિજય ચાર રસ્તા થઈ એઈસી તરફ જઈ શકાશે
આ રૂટ બંધ રહેશે સૂરધારા સર્કલ થઈ સાંઈબાબા ચાર રસ્તા થઈ એનએફડી સર્કલ સુધીનો માર્ગ
વૈકલ્પિક રૂટ સૂરધારા સર્કલ, સતાધાર ચાર રસ્તા, ભુયંગદેવ ચાર રસ્તા, હેલ્મેટ ચાર રસ્તા, અંધજન મંડળ,વસ્ત્રાપુર તળાવ, માનસી ચાર રસ્તા થઈ પકવાન ચાર રસ્તા તરફ જઈ શકાશે
આ રૂટ બંધ રહેશે થલતેજથી સાંઈબાબા ચાર સસ્તા થઈ હિમાલયા મોલ ટી સુધીનો રોડ બંધ રહેશે
વૈકલ્પિક રૂટ હેબતપુર ચાર રસ્તા, સતાધાર, ભૂયંગદેવ, મેમનગર, માનવ મંદિર, હેલમેટ ચાર રસ્તા તરફથી જઈ શકાશે
આ રૂટ બંધ રહેશે ગુરુદ્વારા ચાર રસ્તા, એનએફડી સર્કલ, સંજીવની હોસ્પિટલ સુધીનો માર્ગ બંધ
વૈકલ્પિક રૂટ પકવાન ચાર રસ્તા, માનસી, વસ્ત્રાપુર તળાવ,અંધજન મંડળ તરફ અવર જવર કરી શકાશે