Aravalli:અરવલ્લી જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી કમોસમી વરસાદને લઈ ખેડૂતો અને ઈંટ ઉત્પાદકો પરેશાન બની ચૂક્યા છે. વિસ્તારમાં કમોસમી વરસાદ છેલ્લા ચાર દિવસથી વરસવાને લઈ નુક્શાનની ભીતી સર્જાઈ છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વિસ્તારમાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ભારે ગાજવીજ અને પવન સાથે બપોરના અરસા દરમિયાન ગુરુવારે વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે હોર્ડીંગ્સ પણ તૂટી પડ્યા હતા. આ ઉપરાંત મેઘરજ તાલુકાના કેટલાક વિસ્તારમાં કરા વરસ્યા હતા. સતત એક અઠવાડીયાથી કમોસમી વરસાદને લઈ ખેડૂતો પરેશાન બન્યા હતા.
જિલ્લામાં ખેડૂતો ઉપરાંત ઈંટ ઉત્પાદકો પર પણ ફટકો વાગ્યો છે. વિસ્તારમાં નાના ઈંટવાડા ચલાવતા ઉત્પાદકોની તૈયાર ઈંટો કમોસમી વરસાદને લઈ ખરાબ થઈ જવા પામી છે. જિલ્લામાં મોટા ભાગના ઈંટ ઉત્પાદકો માટે આ વર્ષ નિષ્ફળ જવા સાથે મોટો ફટકો વેઠવાનો વખત આવ્યો છે.
કરા સાથે વરસ્યો વરસાદ
મેઘરજ અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસાદ વરસવાને લઈ વિસ્તારના ગામડાઓમાં ખેતીમામાં નુક્શાનની ભીતી વરસાઈ છે. છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ સતત વરસાદ વરસવાને લઈ વિસ્તારના ખેડૂતો પરેશાન છે. વિસ્તારમાં બાજરી સહીતના ઉનાળુ પાક ખરાબ થઈ રહ્યો છે.