Views: 89
Read Time:1 Minute, 52 Second
જીટીયુની યુએફએમ (અનફેર મિન્સ કમિટી)એ ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતની પરીક્ષાઓમાં ચોરી કરતાં પકડાયેલા 361 વિદ્યાર્થીઓને લેવલ 1થી લેવલ 6 સુધીની સજા ફટકારી છે. આ વિદ્યાર્થીઓને પરીક્ષામાં નાપાસ કરવાથી માંડીને ત્રણ સેમેસ્ટર સુધી પરીક્ષામાં નહીં બેસવાની સજા કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન આ વિદ્યાર્થીઓ હાજર રહ્યા
વિવિધ કોર્સની પરીક્ષામાં કાપલીઓની મદદથી ચોરી કરતા કુલ 376 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા. આ વિદ્યાર્થીઓની સામે જીટીયુના પ્રતિનિધિઓએ કોપી કેસ કર્યો હતો. આ અંગે યુએફએમ કમિટીની સુનાવણી દરમિયાન આ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
લેવલ પ્રમાણે વિદ્યાર્થીને કરાતી સજાની જોગવાઈ
- લેવલ 1 ચોરી કરતા પકડાયા હોય તે વિષયમાં નાપાસ.
- લેવલ 2 ચોરી કરતા પકડાયા હોય તે સેેમના બધા વિષયમાં નાપાસ
- લેવલ 3 સમર, વિન્ટરનું પરિણામ રદ, તમામ પરીક્ષામાંથી બાકાત
- લેવલ 4 વર્તમાન પરીક્ષાનું પરિણામ રદ કરી, આગામી ત્રણ સેમેસ્ટરની પરીક્ષામાં ન બેસવા દેવા
- લેવલ 5 વર્તમાન તમામ વિષયોનું પરિણામ રદ, આગામી 4 સેમની પરીક્ષામાં બેસવા ન દેવા
- લેવલ 6 વર્તમાન સેમેસ્ટરની તમામ વિષયોની પરીક્ષાનું પરિણામ કેન્સલ કરી, આગામી પાંચ સેમેસ્ટરની પરીક્ષામાં બેસવા દેવાશે નહીં.