અમદાવાદ પોલીસે શરૂ કરેલી એરિયા એડોપ્શન સ્કીમ હેઠળ લોકભાગીદારીથી પકવાન, ઘાટલોડિયા, કેશવબાગ, સુભાષબ્રિજ સહિતના 11 જંકશનો પર ટ્રાફિકના પ્રશ્નો ઉકેલવા સમાધાનો સૂચવ્યા હતા. જેનો ટ્રાયલ રન પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનો એક ઓડિટ રિપોર્ટ તૈયાર કરી પોલીસે કોર્પોરેશનને જે તે જંકશન પર અમલવારી માટે સોંપ્યો હતો. પરંતુ ત્રણથી ચાર મહિના પછી પણ એકાદ જંકશન સિવાય અન્ય જંકશન પર કોઈ પણ પ્રકારનો
વિવિધ વિસ્તારોમાં રહેતા અને અલગ-અલગ ક્ષેત્રમાં કામ કરતા નાગરિકો પોલીસ સાથે મળી હમસફર ગ્રૂપ તૈયાર કર્યું હતુ. જેમાં ટ્રાફિક નિષ્ણાત અમિત ખત્રી, યતીન શાહ સહિતના લોકો પણ જોડાયા હતા. જે તે વિસ્તારના શ્રેષ્ઠીઓએ સૂચવેલા સૂચનોનો ટ્રાફિક નિષ્ણાતોએ પોલીસને સાથે રાખી અભ્યાસ કર્યો.પોલીસ સાથે પણ સલામતી અને ટેકનિકલ સંદર્ભે ચર્ચા કર્યા બાદ ઢાંચો નક્કી કરવામાં આવ્યો અને તેના આધારે કેટલાક સ્થળોએ ટ્રાયલ રન પણ કરાયો. તેની સફળતા બાદ સમગ્ર રિપોર્ટ પોલીસ દ્વારા મ્યુનિ.ને સોંપવામાં આવ્યો, પણ એકાદ-બે જંકશનને બાદ કરતા કયાંય તેનો અમલ થયો નથી.
કેશવબાગ
અહીં આરટીઓ તરફથી આવતી લેનમાં ટ્રાફિક થાય છે. જજીસ બંગલો તરફથી આવતો ટ્રાફિક રોંગ સાઇડે આવે છે.\
લોકોએ આપેલું સમાધાન
- ડિવાઇડર હટાવી રસ્તો પહોળો થઈ શકે છે, જેથી સીધો રસ્તો પણ મળી શકશે.
- આઝાદ સોસાયટી તરફથી આવતો રસ્તો ત્યાં જવા માટે વન-વે જાહેર કરવો.
- રસ્તાની ડાબી બાજુ બિનઉપયોગી સાઇકલ ટ્રેક વળાંકથી બ્રિજ સુધી દૂર કરી શકાય.
રૂપાલી સિનેમા
લાલ દરવાજાથી રૂપાલી સિનેમા પાસેના ચાર રસ્તા પર સ્ટ્રેટ ફ્રી નહીં હોવાથી ટ્રાફિકની સમસ્યા થાય છે.
લોકોએ આપેલું સમાધાન
- સિદ્દી સૈયદની જાળીથી નહેરુબ્રિજ તરફ જતાં વાહનોને સિગ્નલ પર રોકવાને બદલે ફ્રી વે કરી શકાય છે.
- બોલાર્ડ મૂકી સીધા જવા માટેનો રસ્તો બનાવી શકાય છે. નો-યુટર્નનું પણ બોર્ડ મૂકવું જરૂરી છે.
વિસતથી મોટેરા
વિસત સર્કલથી ગાંધીનગર તરફના રસ્તે દર 100 મીટરના અંતરે ગેપ છે જેથી અકસ્માતનો ભય રહે છે.
લોકોએ આપેલું સમાધાન
- સર્કલથી ગાંધીનગર તરફ આવેલા સ્પીડ બ્રેકર દૂર કરી બંને બાજુએ ગેપ મૂકવો.
- સર્કલથી ગાંધીનગર તરફના રસ્તે 100 મીટરે આવતા રોડના ગેપ બંધ કરવા જોઈએ. (અહીં લોકોએ સૂચવેલી ભલામણોનો અમલ કરવામાં આવ્યો છે.)
ચાંદલોડિયા ગોતા રેલવે બ્રિજ
વાહનો રોંગ સાઇડેથી ન્યૂ સીજી રોડ તરફ અને બ્રિજ ઉપર પણ જાય છે, જેથી અકસ્માતનો ભય રહે છે.
લોકોએ આપેલું સમાધાન
ચાંદલોડિયા તરફથી આવતા વાહનો જમણી બાજુ વળવાને બદલે બ્રિજ નીચે આપેલી ગેપમાં થઈ ન્યૂ સીજી રોડ જાય તો ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ રોકી શકાય. બ્રિજ નીચે દબાણો પણ દૂર કરવા જરૂરી છે.
પકવાન ચાર રસ્તા
ઓટો રિક્ષા અને સ્ટાફ બસ મુસાફરો ઉતારતી હોવાને કારણે ટ્રાફિક જામ થાય છે. અતિથિ ચાર રસ્તા સુધી અસર પડે છે.
લોકોએ આપેલું સમાધાન
- ઓટો રિક્ષા, સ્ટાફ બસને પેસેન્જર ઉતારવાની મનાઈ હોવી જોઈએ.
- ગાંધીનગર તરફથી આવતા અને ગ્રાન્ડ ભગવતી તરફ જતા વાહનોની સંખ્યા વધુ હોવાથી ચાર રસ્તા પહેલા કટ આપી ડાબી બાજુ વાળી દેવા જોઈએ.
આરટીઓ સર્કલ
અહીં મેટ્રો બ્રિજ નીચે દબાણ હોવાથી અને બીઆરટીએસની બસો રોડ પર ઊભી રહેતી હોવાથી બોટલ નેક સર્જાય છે.
લોકોએ આપેલું સમાધાન
- બીઆરટીએસનું સ્ટેન્ડ જ્યાં છે ત્યાંથી 100 મીટર ખસેડાય તો સમાધાન થઈ શકે.
- દબાણોને કારણે રસ્તા નાના થઈ ગયા છે જેથી દબાણો ખસેડવા જરૂરી છે.
- સર્કલ નાનું કરવા માટે પણ ભલામણ કરવામાં આવી છે.
અમલ કરાયો નથી.