માતરના ઊંઢેલા ગામે આઠમના દિવસે યોજાયેલ ગરબામાં પથ્થરમારાની ઘટનાના બાદ ગુરુવારે શાળા ખુલતા એક પણ વિદ્યાર્થી શાળામાં આવ્યો ન હતો. 465 બાળકોમાંથી એકપણ વિદ્યાર્થી ન આવતા શિક્ષકો ચિંતામાં મુકાયા હતા. જેથી ગુરુવારે બપોર બાદ શિક્ષકોએ ગામમાં ઘરે ઘરે ફરી વાલીઓને સમજાવ્યા હતા. શુક્રવારે શાળામાં પાંખી હાજરી રહી હતી. શિક્ષકોએ વાલીઓને સમજણ આપી હતી કે ગામમાં જે ઘટના બની છે, તેમાં વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે.
માટે દરેક બાળકને શાળાએ મોકલી આપવા વાલીઓને શિક્ષકો દ્વારા વિનંતી કરવામાં આવી હતી. જેને લઈ શુક્રવારે 465 પૈકી 125 જેટલા બાળકો શાળામાં આવ્યા હતા. શાળાના આચાર્ય કેતનભાઇ રાઠોડએ જણાવ્યું હતું કે જ્યાં સુધી શાળાની પૂરેપૂરી સંખ્યા નહીં થાય ત્યાં સુધી શાળાના શિક્ષકો સાંજે શાળાનો ટાઈમ પૂરો થયા પછી ગામમાં ઘરે ઘરે ફરી અને વાલીઓને સમજણ આપીશું કે તમે તમારા બાળકોને શાળાએ મોકલો.
Views: 87
Read Time:1 Minute, 20 Second
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%
Related Stories
Aravalli: અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો, મેઘરજ પંથકમાં કરા સાથે વરસાદ
Views: 5464
0
0
1 min read