આરબીઆઇએ 4 મેના રોજ 0.40 ટકા, જૂનમાં 0.50 ટકા અને 5- ઓગસ્ટમાં 0.50 સાથે સપ્ટેમ્બરમાં વધુ 0.50 ટકાનો વધારો કરી કુલ 1.90 ટકા વ્યાજદર વધારી દીધો છે. જેની સીધી અસર સામાન્ય લોનધારકો પર પડશે. આજના વ્યાજદર વધારા પાછળ દેશની તમામ બેન્કો હોમ-ઓટો, પર્સનલ તથા અન્ય લોનના વ્યાજદર વધુ સરેરાશ 0.50-0.75 ટકા સુધી વધારી દેશે તે નક્કી છે.
ગુજરાતમાં હોમ, ઑટો, પર્સનલ લોનના 1.32 કરોડથી વધુ ગ્રાહક
વૈશ્વિક સ્તરે મોંઘવારી સતત વધી રહી છે ત્યારે વિશ્વના મોટા ભાગના દેશોની સેન્ટ્રલ બેન્કોએ તબક્કાવાર વ્યાજદર વધારો આપી રહી છે. રેપો રેટ 0.50 ટકાથી વધીને 5.90 ટકા કર્યો છે. ગુજરાતીઓએ કુલ 7.30 લાખ કરોડની હોમ-ઓટો, પર્સનલ, MSME તથા અન્ય પ્રકારની લોન લીધી છે. રિઝર્વ બેન્કની પહેલા મોટા ભાગની બેન્કોએ લિક્વિડિટીને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં ફેરફારની શરૂઆત કરી છે.
બેન્ક ડિપોઝિટના દરમાં વધારો નહીં નાની બચતમાં નજીવો વ્યાજ વધારો
રિઝર્વ બેન્કે વ્યાજદર છ માસમાં 1.90 ટકા સુધી વધારો કર્યો જ્યારે બેન્કોએ લોનના દરમાં બે ટકા અથવા તેનાથી વધુ વધારો આપ્યો છે પરંતુ ડિપોઝિટના દરમાં 0.50 ટકા પણ વધાર્યા નથી. સિનિયર સિટિઝન્સને વ્યાજની આવક પર મોટો આધાર હોય છે. બેન્કો લોનના દર વધારે ત્યારે ડિપોઝિટના દર પણ સમયાંતરે વધાારે તો ગ્રાહકોને ફાયદો મળી શકે. સરકારે પણ બચતના દરમાં નહિવત્ વધારો કર્યો છે.
EMI કે લોનની મુદ્દત વધશે
50 લાખ (20 વર્ષ)ની હોમ લોનના EMI 1,569 વધશે, રૂ.41,882ની જગ્યાએ રૂ.43,391 આપવા પડશે.
5 લાખ (5 વર્ષ)ની કાર લોનની EMI 120 રૂપિયા વધશે, 10,138ની જગ્યાએ 10,258 આપવા પડશે
વિગત | જુલાઇ-22 | અત્યારે |
સેવિંગ્સ ડિપોઝિટ | 4 | 4 |
1 વર્ષ | 5.5 | 5.5 |
2 વર્ષ | 5.5 | 5.7 |
3 વર્ષ | 5.5 | 5.7 |
5 વર્ષ | 6.7 | 6.7 |
5 વર્ષ રિકરીંગ | 5.8 | 5.8 |
સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ | 7.4 | 7.6 |
મન્થલી ઇન્કમ એકાઉન્ટ સ્કીમ | 6.6 | 6.7 |
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ | 6.8 | 6.8 |
પીપીએફ | 7.1 | 7.1 |
કિસાન વિકાસ પત્ર | 6.9* | 7.0** |
સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ | 7.6 | 7.6 |
(નાની બચતોના વ્યાજદરમાં ફેરફાર બાદની સ્થિતિ) |
અમેરિકાએ છ માસમાં સૌથી વધુ 2.75 ટકા વ્યાજ વધાર્યું
દેશ | વધારો | કુલ વ્યાજ | |||
ભારત | 1.9 | 5.9 | |||
ચીન | -0.05 | 3.65 | |||
અમેરિકા | 2.75 | 3.25 | |||
યુકે | 1.5 | 2.25 | |||
ફ્રાન્સ | 0.45 | 1.25 | |||
જર્મની | 1 | 1.25 | |||
જાપાન | — | -0.1 | |||
ઇટલી | 1.25 | 1.25 | |||
સ્પેન | 1.25 | 1.25 |
લોન મોંઘી થવા સાથે બચત પર વધુ વ્યાજ મળે તેવી આશા!
વ્યાજદર વધારાના કારણે તમામ પ્રકારની લોન પર વ્યાજનું ભારણ વધી રહ્યું છે બીજી તરફ દેશમાં બોન્ડ યિલ્ડના દરમાં વધારો થવાથી રોકાણ સેગમેન્ટમાં ફાયદો થશે.