સરકાર અઢળક ખર્ચો કરીને વીજળી બચાવવા જાગૃતિના કામો કરી રહી છે. બીજી તરફ સરકારની કચેરીઓમાં જ વીજળી બચાવોના સ્લોગનો પર પાણી ફરી વળ્યું છે. અનેક સરકારી કચેરીઓમાં અનેક વખત લાઈટો અને પંખા ચાલુ હોવાની રાવ ઉઠતી હોય છે. ત્યારે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસની ઓફીસ એલ.ડી. એન્જિનિયરિંગના કેમ્પસમાં આવેલી છે. ACPC દ્વારા એન્જિનિયરિંગ સહિતની બ્રાન્ચમાં એડમિશન પ્રક્રિયા કરવામાં આવે છે. ACPC ના મેમ્બર સેક્રેટરીની ઓફીસ પણ આવેલી છે. જ્યાં મેમ્બર સેક્રેટરી હાજર તો હોતા જ નથી પણ તેમની ઓફીસ ચાલુ છે તેવુ બતાવવા માટે ઓફિસના સમયમાં લાઈટ,પંખા અને AC ચાલુ જ રાખવામાં આવે છે.
ઓફિસમાં લાઈટ,પંખા તથા AC ચાલુ જ રખાય છે
રાજુલ ગજ્જર ACPCના મેમ્બર સેક્રેટરી છે. તેઓ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ પણ છે. તેઓ પોતાની ઓફિસમાં ક્યારેય હાજર હોતા જ નથી. તે તેમના કામમાં વ્યસ્ત રહે છે.તેમને ફાળવેલી સરકારી ઓફિસમાં તેઓ નિયમિત આવતા નથી. ACPCની મેમ્બર સેક્રેટરીની ઓફીસ સવારે 10 વાગ્યાથી ચાલુ થઈ જાય છે.રાજુલ ગજ્જર આવે કે ના આવે પરંતુ તેમની ઓફિસમાં લાઈટ,પંખા તથા AC ચાલુ જ રાખવામાં આવે છે.
રાજુલ ગજ્જર ઓફિસમાં હાજર હોતા જ નથી
આજે પણ તેઓ ઓફિસ સમય શરૂ થયો ત્યારથી જ તેમની ઓફિસમાં હાજર નહોતા. પરંતુ તેમની ઓફિસની અંદર લાઈટ,AC તથા ચેમ્બરની બહારના રૂમનો પંખો ચાલુ જ હતો. સરકારી અધિકારી હોવાથી તેમને તો તેમનો પગાર નિયમિત મળી રહે છે. પરંતુ તે બિનજરૂરી વીજળીનો વપરાશ કરે છે.તેનું ભારણ સરકારી તિજોરી પર પડે છે. ACPC મેમ્બર સેક્રેટરી ઓફિસની બહાર બેઠેલા પટ્ટાવાળાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે મેડમ તો લેક્ચરમાં વધુ હોય છે. ઓફીસ તો ક્યારેક જ આવે છે