ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીને ધ્યાનમાં રાખી પોતાની તૈયારી કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સરકાર બનાવવાના સપના જોઈ રહ્યાં છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેજરીવાલે આપના કાર્યકરોને કહ્યુ કે આપણે વિપક્ષમાં બેસવા માટે નહીં સરકાર બનાવવા માટે મહેનત કરવાની છે.
નરોડા ખાતે આપના હોદ્દેદારોનો શપથ સમારોહ યોજાયો
આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો આજે અમદાવાદના નરોડા ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ હોદ્દેદારોને ઈમાનદારી અને દેશભક્તિના શપથ ગ્રહણ કરાવ્યા હતા. આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની હાજરીમાં તમામ હોદ્દેદારોએ શપથ લીધા હતા.
કોંગ્રેસ માત્ર કાગળ પર, આપ વધુ મજબૂત
પાર્ટીના હોદ્દેદારોને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, આમ આદમી પાર્ટીનું સંગઠન કોંગ્રેસથી વધુ મજબૂત બની ગયું છે. કોંગ્રેસ માત્ર કાગળ પર છે. આજે વિધાનસભા સ્તરનું સંગઠન છે. એક સપ્તાહ બાદ દરેક બુથ પર 10-10 કાર્યકરોનું સંગઠન બનશે. કેજરીવાલે કહ્યું કે આપણે વિપક્ષમાં બેસવા માટે નહીં સરકાર બનાવવા માટે મહેતન કરવાની છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યુ કે, ગુજરાતના લોકો પરિવર્તન ઈચ્છે છે. પહેલા લોકો પાસે વિકલ્પ નહોતો. અહીંની જનતા ભાજપની નારાજ છે. તેમણે કહ્યું કે, ભાજપના નારાજ લોકો આપને મત આપે તે માટે મહેનત કરવાની છે. કેજરીવાલે કહ્યું કે, ભગવાન પણ આપણી સાથે છે. ભાજપ માત્ર મોટું સંગઠન હોવાનો દાવો કરે છે. તેની પાસે પેઇડ કાર્યકરો છે.