જયપુરમાં બે માળની બિલ્ડિંગ પડ્યો: હેર કટિંગ માટે છોકરો ખુરશી પર બેઠો હતો, અચાનક જ હલવા લાગ્યું બિલ્ડિંગ
રાજસ્થાનના જયપુરમાં વિસ્તારમાં મોડી રાતે લગભગ 8.30 વાગ્યે બે માળની બિલ્ડિંગ અચાનક 2 સેકન્ડમાં જ પડી ગઈ હતી. દુર્ઘટનાના સમયે દુકાનમાં કુલ 3 લોકો હાજર હતા, જે દુર્ઘટનાના 5 મિનિટ પહેલાં જ બહાર નીકળી ગયા હતા.બિલ્ડિંગ પહેલેથી હલતી હતી. એ પછી ત્રણે લોકો બહાર આવી ગયા હતા. ઘટના માનસરોવરના પૃથ્વીરાજ નગરની છે. અહીં બેઝમેન્ટના ખોદકામના સમયે આ દુર્ઘટના ઘટી છે. આ બિલ્ડિંગમાં નીચે સલૂન ચાલી રહ્યું હતું, જ્યારે ઉપર ડ્રાયફ્રૂટના પેકિંગનું કામ ચાલી રહ્યું હતું .
દુકાન ચલાવનાર વિષ્ણુ સૈનીએ જણાવ્યું હતું કે તેનીબિલ્ડિંગ પાસે જ બે દુકાનની જમીન ખાલી પડી છે. અહીં 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો . બેઝમેન્ટ ખોદાવનાર ગોપાલ સૈનીને મેં આટલો ઊંડો બેઝમેન્ટ ખોદાવવાની ના પડી હતી.વિષ્ણુ સૈનીએ એમ પણ કહ્યું હતું કે દુકાન પડી જવાનો ભય રહેશે, જોકે તે ન માન્યો. કાલે રાતે લગભગ 8.30 વાગ્યે દુકાનમાં એક કસ્ટમર તેના બાળકની સાથે હેર કટિંગ કરાવવા આવ્યો તો દુકાનમાં ખુરશી અને અન્ય સામાન હલવા લાગ્યો હતો. એ પછીથી મારી દુકાનમાં કામ કરનાર હેલ્પર અને બંને કસ્ટમર બહાર આવી ગયા હતા .
જમવા ઘરે ગયા હતા
દુકાન-સંચાલક વિષ્ણુએ જણાવ્યું હતું કે તે જમવા માટે દુકાનથી લગભગ 100 મીટર દૂર ઘરે ગયા હતા. તે દરમિયાન હેલ્પરનો ફોન આવ્યો હતો કે દુકાનની ખુરસી અને સામાન હલી રહ્યો છે. દુકાનમાંથી ચર-ચર અવાજ આવી રહ્યો છે.વિષ્ણુ સૈની વચ્ચેથી જમવાનું છોડીને પરત ગયો તો દુકાન પડી ગઈ હતી. દુકાન પડ્યા તે પછી એની માહિતી જયપુર નિગમને આપવામાં આવી હતી , જ્યાંથી એક ટીમ આવી અને બેઝમેન્ટમાં પડેલા કાટમાળને હટાવ્યો.
દુકાન હલી રહી હતી તૈયાર ભત્રીજાને બહાર લઈ આવ્યા
હેર કટીંગની દુકાનમાં પોતાના ભત્રીજાને લઈને કટિંગ કરાવવા આવેલા સુનીલ સૈનીએ જણાવ્યું હતું કે જેવા દુકાનમાં જઈને બેઠા, ખુરસી અને સામાન ધીરે-ધીરે હલવા લાગ્યો હતો. એ સમયે તો એવું લાગ્યું જાણે કે ભૂકંપ આવ્યો છે. એ પછીથી દુકાનમાં હેર કટિંગ કરનારે પહેલા તો એમ કહ્યું કે કંઈ જ નથી, જોકે પછી પણ ખુરસી હલતી બંધ થઈ નહોતી. જોકે બિલ્ડિંગમાં થી ચર-ચર અવાજ આવવા લાગ્યો તો અમે ડરી ગયા. હું મારી ભત્રીજીની સાથે દુકાનમાંથી બહાર આવી ગયો હતો . કટિંગ કરનારી વ્યક્તિ પણ આવી ગયો. થોડીવારમાં જ બિલ્ડિંગ અમારી સામે પડી ગઈ હતી.