
અમદાવાદ શહેરમાં અનેક જાણીતી અને વર્ષો જૂની કોલેજો છે. જેમાંથી નવરંગપુરા કોમર્સ છ રસ્તા પાસે આવેલ એચ.એલ.કોમર્સ કોલેજ પણ છે.આ કોલેજમાં કોમર્સના કોર્ષ ચાલી રહ્યા છે. જેમાં સમય બપોરેનો હતો તે ફેરફાર કરીને હવે સમય સવારનો કરવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓના હિતમાં જ કોલેજ દ્વારા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
86 વર્ષે કોલેજનો સમય બદલાશે
એચ.એલ કોમર્સ કોલેજ 1936થી ચાલી રહી છે.કોલેજ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી કોલેજમાં એડમિશન માટે ઊંચું મેરીટ હોય છે.આ કોલેજમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ ભણી ચુક્યા છે.કોલેજમાં બી.કોમ અને એમ.કોમ એમ કોમર્સના 2 કોર્ષ ચાલી રહ્યા છે.બી.કોમમાં કોલેજનો સમય અત્યાર સુધી 11 થી 5:30 વાગ્યા સુધીનો હતો તથા એમ.કોમનો સમય 4:30 થી 7:30 વાગ્યા સુધીનો હતો.કોલેજ શરૂ થઈ ત્યારથી આ સમય પર જ કોલેજ ચાલી રહી છે ત્યારે હવે 86 વર્ષ બાદ કોલેજના સમયમાં ફેરફાર થશે.
2022-23ના વર્ષથી નવા સમયનો અમલ થશે
કોલેજમાં હવે બી.કોમનો સમય સવારે સવારે 7:30 થી 2 વાગ્યા સુધીનો અને એમ.કોમમાં પણ 7:30 વાગ્યાનો સમય રહેશે. બી.કોમના વિદ્યાર્થીઓ સીએનો અભ્યાસ કરી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓને બપોરના સમયે કોલેજ આવવામાં મુશ્કેલી પડે છે માટે કોલેજે સમયમાં ફેરફાર કર્યો છે.કોલેજ દ્વારા આ અંગે ગુજરાત યુનિવર્સિટીને રજુઆત કરતા યુનિવર્સિટી તરફથી 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી અને કમિટીએ આ નિર્ણયને મંજૂરી આપી છે.વર્ષ 2022-23ના શૈક્ષણિક સત્રથી આ સમય પર કોલેજ ચાલશે.